શ્રી છોટુભાઈ પુરાણી ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ તથા શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ દ્વારા આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક દિવસ, ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ ડે તથા આંતરરાષ્ટ્રીય હેન્ડબોલ ડે ની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ-DLSSના કોચ દ્વારા ૨૩ જુનના રોજ કરાયેલા આ સુંદર આયોજનનો હેતુ નર્મદા જિલ્લાના બાળકોને રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાનો તથા એક સ્પોર્ટ્સમેન સ્પિરિટની ભાવના કેળવવાનો હતો. આ કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૨-૨૩માં રમતક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓને ઉપસ્થિત મહેમાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવી રમતક્ષેત્રે જિલ્લાનું નામ રોશન કરે તેવી અંતઃ ઈચ્છા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં ઉત્સાહભેર હાજરી આપનારા રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળના મંત્રી કિરણસિંહ ગોહિલ, કેમ્પસના ડાયરેકટર કૌશિકભાઈ ગોહિલ, કોલેજ-શાળાના આચાર્ય, જિલ્લા રમત વિકાસ અધિકારી સહિત કોચ-ટ્રેનર્સ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application