દિગ્વિજય દિવસની ઉજવણી નિમિત્તે યુગપુરુષ સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર અને એમની શિકાગોના ધર્મસભા વિષય પર સુમન શાળા ક્રમાંક ૧૭, ભેસ્તાન ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ન્યાયાલયના અર્ધ કાનૂની સલાહકાર દીપક જાયસવાલ અને નગર પ્રા.શિ. સમિતિના શિક્ષક મકરંદજોશીએ વિવેકાનંદજીની યુગપુરુષની યાત્રા તથા સ્વામી વિવેકાનંદના જીવન કવન વિશે પ્રેરણાત્મક વિગતો આપીને વિદ્યાર્થીઓને આગળ વધવા અનુરોધ કર્યો હતો. નિર્ણાયકોના અંતિમ પરિણામ બાદ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક અંસારી તમીમ, દ્વિતીય ક્રમાંકે દેશપાંડે મહેક તથા ત્રીજા ક્રમે અંસારી સાનિયાબાનું આવ્યા હતા. શાળાને આ પ્રકારના આયોજન બદલ યુવા બોર્ડ તરફથી સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં યુવા બોર્ડના તાલુકા સંયોજક સની રાજપૂત,આચાર્ય મયુરીબેન સહિત શાળાના સમગ્ર સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application