Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગમાં ‘મિશન મંગલમ’ યોજનાના સખી મંડળના ‘કેન્ટીન’નો શુભારંભ કરાયો

  • October 25, 2021 

મહિલા સશક્તિકરણના ભાગરૂપે ડાંગ જિલ્લાની ગ્રામીણ નારીઓના રચાયેલા ‘સખી મંડળો’ને આર્થિક પ્રવૃતિઓ તરફ વાળીને, તેમને ‘આત્મનિર્ભર’ બનાવવાનું અનોખુ અભિયાન ડાંગ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયુ છે. મહિલા સશક્તિકરણની આ શ્રૃંખલામા વધુ એક સખી મંડળે ‘આત્મનિર્ભર’ બનતા એક નવુ કેન્ટીન, ભોજનાલય શરૂ કરીને સ્વયં પગપર થવા સાથે અન્યોને રોજગારી આપવાનું બિડુ પણ ઝડપ્યુ છે.

 

 

 

 

 

વાત છે, આહવાના ‘જય જલારામ સખી મંડળ’ની, કે જેણે આહવાના ડાંગ સેવા મંડળ ખાતે ‘નાહરી’ રેસ્ટોરન્ટ શરૂ કરીને ફરી એકવાર તેની ક્ષમતા પુરવાર કરી છે. સને ૨૦૧૬નાં વર્ષમા ડાંગ જિલ્લાની ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ‘મિશન મંગલમ’ યોજના હેઠળ રચાયેલા આ સખી મંડળને શરૂઆતમા જ રૂપિયા પાંચ હજારનુ રિવોલવિંગ ફંડ સરકાર દ્વારા અપાયુ હતુ. ત્યારબાદ તેમને વિવિધ ધંધા રોજગાર જેવી અર્થ ઉપાર્જનની પ્રવૃતિ માટે બીજી રૂપિયા ૭ લાખનુ ફંડ ફાળવાયુ હતુ. જેનાથી આ સખી મંડળે ‘કેન્ટીન’ની શરૂઆત કરી હતી. સખી મંડળની બહેનોની મહેનત, આવડત તથા હિંમતને ધ્યાને લેતા તેમના પ્રયાસોને વધુ પ્રોત્સાહિત કરતા, તાજેતરમા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.એન.ચૌધરી દ્વારા આ મંડળના બીજા ‘કેન્ટીન’નો પણ શુભારંભ કરાવાયો હતો.

 

 

 

 

 

ઘર આંગણે જ આર્થિક ઉપાર્જન કરવાની તક પૂરી પાડતા ‘મિશન મંગલમ’ યોજનાના આ ‘સખી મંડળ’ની પ્રવૃતિઓ વધુ વિસ્તરે અને સ્થાનિક ગ્રામીણ નારીઓ ઘર આંગણે જ રોજગારી મેળવી ‘આત્મનિર્ભર’ બને તેવી શુભકામના પાઠવતા નિયામક ડી.એન.ચૌધરીએ જિલ્લાના અન્ય સખી મંડળને પણ અહીથી પ્રેરણા લેવાની અને પગભર બનવાની અપીલ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application