Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં ચોરી કરી 'બંટી-બબલી' નેપાળ ભાગ્યા, 14 વર્ષ બાદ મુંબઈથી ઝડપાયા,જાણો સંપૂર્ણ વિગત

  • February 16, 2023 

શહેરમાં વધતી જતી ગુનાખોરીને ડામવા માટે અને ઘણા સમયથી પોલીસથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સુરત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરાઈ છે. જે હેઠળ સુરત પોલીસને મોટી સફળતા મળી છે. ચોરીના ગુનામાં છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા આરોપી પતિ-પત્નીને સુરત પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યા છે.




વર્ષ 2009માં દાગીના-રોકડની કરી હતી ચોરી

મળતી વિગત અનુસાર, સુરત પોલીસને બાતમી મળી હતી કે, વર્ષ 2009માં સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ત્રિકમનગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ સાકરિયાના મકાનમાં કામ કરતો મૂળ નેપાળનો કાલુસિંહ ઉફે પદમ ઉર્ફે પ્રકાશ ટીકારામ ઉર્ફે પ્રેમ બહાદુર વિશ્વકર્મા અને તેની પત્ની સાજનબેન ઉર્ફે ધના કાલુસિંહ ઉર્ફે પ્રકાશ જે તે સમય મકાન માલિકના ઘરમાંથી સોના-ચાંદીના કિંમતી દાગીના અને રોકડ મળી કુલ 1 લાખથી વધુની મતાની ચોરી કરીને વતન નેપાળ ભાગી ગયા હતા. ત્યાંથી તેઓ મુંબઈ આવ્યા અને છેલ્લા 10 વર્ષથી મુંબઈમાં રહે છે.


સુરત પોલીસની ટીમ મુંબઈ પહોંચીઆથી સુરત પોલીસની એક ટીમ બાતમીના આધારે મુંબઈ પહોંચી હતી અને આરોપી દંપતીને ઝડપી લીધા હતા. સુરત પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે આરોપીઓએ અન્ય કોઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં પણ તપાસનો ઘમધમાટ શરૂ કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application