Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્વતંત્રતા પર્વ નિમિત્તે રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર વઘઈ ખાતે 'બ્લડ ડોનેશન કેમ્પ' યોજાયો

  • August 15, 2023 

સ્વતંત્રતા પર્વ નિમિત્તે ડાંગ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી-આહવા દ્વારા રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર-વઘઈ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ પ્રંસગે ડાંગ જિલ્લા કલેકટર તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આહવાના પ્રેસિડેન્ટશ્રી મહેશ પટેલે બ્લડ ડોનેટ કરી, અન્ય લોકોને પણ બ્લડ ડોનેશનના ઉમદા કાર્યમા જોડાવા અનુરોધ કર્યો હતો. સ્વતંત્રતા પર્વ નિમિત્તે વઘઈ ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામિત, ડાંગ જિલ્લા એલ.સી.બી. પી.એસ.આઈ. જયેશભાઇ વળવી, આહવા પોલીસ મથકના રીડર પી.એસ.આઈ. કે.કે.ચૌધરી સહિતના અધિકારી, કર્મચારીઓ તેમજ અન્ય લોકો પણ 'રક્ત દાન, મહા દાન'ના ઉમદા કાર્યમા જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application