કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી અને લાખાણી ટ્રેકટર્સ, મહીન્દ્રા એન્ડ મહીન્દ્રાના સંયુકત ઉપક્રમે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આજરોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે તાપી જિલ્લાની આદિવાસી મહિલાઓ માટે ‘ટ્રેકટર ડ્રાઇવિંગ’ તાલીમનું આયોજન કરવામાં આવ્યું. ખેતી યાંત્રિકીકરણ થકી ‘મહિલા સશક્તિકરણ’ થાય તેવા ઉમદાથી આયોજીત તાલીમમાં વિવિધ ગામોની કુલ ૭૫ આદિવાસી મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયાએ જણાવ્યું હતું કે, યાંત્રિકીકરણ થકી ‘મહિલા સશક્તિકરણ’ થાય તેવા ઉમદા હેતુ સરકાર મહિલાઓની સુરક્ષા, સન્માન, સ્વરોજગારી અને સ્વાસ્થ્ય અંગે પૂરતું ધ્યાન આપી રહી છે. ત્યારે તાપી જિલ્લો આદિવાસી મહિલા સંચાલિત કસ્ટમ હાયરીંગ સેન્ટર બને તેવો અનુરોધ કર્યો હતો. તેમણે મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના, મિશન મંગલમ યોજના, કસ્ટમ હાયરીંગ સેન્ટર સહિત મહિલા કલ્યાણની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃતમાં માહિતી આપી સરકારની યોજનાઓનો સમગ્ર જિલ્લાની બહેનોએ લાભ લેવો જોઈએ તેમ ઉમેર્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પોલિસ અધિક્ષક સુજાતા મજમુદારએ મહિલાઓના શારીરિક સ્વાસ્થ્યની કાળજી અંગે ભાર મુકતા જણાવ્યું હતું કે, તંદુરસ્ત માતા તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે. સશકત નારી થકી સમૃધ્ધ સમાજનું નિર્માણ થાય છે. આ કેન્દ્ર ખાતે પ્રગતિશીલ મહિલાઓએ તાલીમ મેળવી આદિવાસી સમાજની અન્ય મહિલાઓને જાગૃત કરવી જોઇએ અને પોતાના સ્વાસ્થ્ય માટે સભાન રહેવું જોઇએ. તેમ જણાવી મહિલાઓની સુરક્ષા માટેના કાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષભાઇ ગામીતે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપતા ખેત ઓજારો ખરીદવા માટેની વિવિધ યોજનાઓની સવિસ્તાર સમજણ આપી હતી. મહીન્દ્રા એન્ડ મહીન્દ્રાના ડીલર આરીફ લાખાણીએ ટ્રેકટર ડ્રાઈવિંગ તાલીમને લગતી અને ટ્રેકટરને લગતાં ઓજારોની પ્રાથમિક જાણકારી આપી હતી. કપુરા ગામના આત્મનિર્ભર મહિલા ઈન્દુબેન ગામીત અને જામલીયા ગામના ઈન્દુબેન ચૌધરીએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો.સી.ડી.પંડયાએ સ્વાગત પ્રવચન તથા પ્રો.આરતી એન. સોનીએ આભારવિધિ કરી કરી સર્વે તાલીમાર્થી મહિલાઓને ખેતી યાંત્રિકરણનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો, વૈજ્ઞાનિકો, કર્મચારીઓ અને આદિવાસી મહિલાઓ દ્વા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500