Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પહલગામનાં આતંકી હુમલામાં માર્યા ગયેલા મૃતકોનાં પરિવારજનોને સરકારે સહાય જાહેર કરી

  • April 23, 2025 

જમ્મુ કાશ્મીરનાં પહલગામમાં મંગળવારે મોટો આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 28 લોકોનાં મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર સરકારે પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિજનોને 10-10 લાખ રૂપિયા તથા ગંભીર રીતે ઈજાગ્રસ્તોને 2-2 લાખ રૂપિયા તેમજ સામાન્ય ઘાયલોને 1-1 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનું એલાન કર્યું છે. નાગરિકો સાથે ક્રૂરતાના આ બર્બર અને મૂર્ખતાપૂર્ણ કૃત્ય માટે આપણા સમાજમાં કોઈ સ્થાન નથી. અમે તેની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. અમે ગુમાવેલા અનમોલ જીવન માટે શોક વ્યક્ત કરીએ છીએ.


મુખ્યમંત્રીએ કહ્યું કે, કોઈપણ વળતર પ્રિયજનોના નુકસાનની ભરપાઈ ન કરી શકે. પરંતુ સમર્થન અને એકજુટતાના પ્રતીકના રૂપમાં, જમ્મુ-કાશ્મીર સરકાર મૃતકોના પરિવાર માટે 10-10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરીએ છીએ. મુખ્યમંત્રીએ ગંભીર રૂપથી ઇજાગ્રસ્તો માટે 2 લાખ રૂપિયા અને સામાન્ય ઘાયલોને 1 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી. ઉમર અબ્દુલાએ કહ્યું કે, મૃતકોના પાર્થિવ શરીરને સન્માનજનક રીતે તેમના ઘર સુધી પહોંચાડવા માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ મેડિકલ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. અમારી સંવેદનાઓ આઘાતમાં ડૂબેલા પરિવારો સાથે છે. આ દુખની ઘડીમાં તમારી સાથે ઊભા છીએ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application