Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલથાણ ગામેથી ટ્રકમાંથી ૭૪ લાખથી વધુનાં કિંમતનાં ગાંજાનાં જથ્થા સાથે ચાલક અને ક્લીનરની અટકાયત કરી

  • April 23, 2025 

સુરત જિલ્લાનાં કામરેજનાં વલથાણ હાઈવે પર ટ્રકમાંથી રૂપિયા ૭૪ લાખથી વધુ કિંમતનાં ગાંજાના જથ્થા સાથે ચાલક અને ક્લીનરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ટાટા કંપની ટ્રક નો ચાલક અને ક્લીનર ટ્રકમાં ગેરકાયદે ગાંજાનો જથ્થો છુપાવી મુંબઈથી અમદાવાદ તરફ નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપરથી જનાર હોવાની એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી. જેના આધારે એલ.સી.બી. પીઆઈનાં સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે કામરેજના વલથાણ હાઇવે પર વોચ ગોઠવી હતી.


ત્યાં બાતમી વાળી ટ્રક આવી પહોંચતા પોલીસે જેને અટકાવી ટ્રકની અંદર તપાસ કરતા ૭૪ લાખ ૬૯ હજાર ૯૯૦ કિંમતનો ૭૪૯.૯૯૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો. પોલીસે ૧૫ લાખ કિંમતની ટ્રક, ૩૦ હજાર કિંમતના બે મોબાઈલ, ૧૮૮૦ રૂપિયા રોકડા મળી કુલ રૂપિયા ૯૦,૦૧,૮૭૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી સંજય નબીન બિસ્વાલ, કાલીયા બીપીન પ્રધાન (બંને રહે.સમા ગામ, જિ.ગજામ ઓરિસ્સા)ની ધરપકડ કરી ગાંજાનો જથ્થો ટૂંકમાં ભરાવી મોકલનાર અને ગાંજાનો જથ્થો ભરેલી ટ્રક નવાપુર સુધી લઈને આવનાર તેમજ અજાણ્યો ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application