ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં જુનેર ગામનાં શ્રમિક દાઉદ રિબુભાઈ માળવીશ ઈસ્ટાગ્રામ પર વિડિયો જોતા સોનુકુમાર ઝાટ ડેરી ફાર્મ નામની રીલ આવી હતી. જે રીલના વીડિયોમાં સાહિવાલની જાતની પાંચ ગાયો વેચવા અંગેની માહિતી હતી. દાઉદે વીડિયોમાં આપેલ નંબર પર કોલ કરતા અજાણ્યા ઈસમે પોતે સોનુકુમાર ઝાટ (રહે.હરિયાણા, રાજ્ય) હોવાનું જણાવ્યું હતું અને એક ગાયની કિંમત ૩૫થી ૪૦ હજાર જણાવી હતી અને જો તમને જોઈતી હોય તો ૩૫,૦૦૦/- હજારમાં મળી જશે એમ કહેતા દાઉદે હા પાડતા, તે ઈસમે કહયું હતું કે, એડવાન્સ પેટે દસ હજાર રૂપિયા મોકલવા પડશે.
ત્યાર પછી તમારા ઘરે ગાય પહોંચાડીશું પછી બાકીનું પેમેન્ટ આપવાનું, જે સાંભળતા જ યુવક લાલચમાં આવી દસ હજાર મોકલી દીધા હતાં. બાદમાં તેણે કહ્યું કે અમે ગાય સુરત લાવ્યા છે અને ફરી દાઉદ પર કોલ કરી આવતા જણાવ્યું કે, બારડોલી આવ્યા છે અને અમારો ગાડીનો ઇન્સ્યોરન્સ પૂરું થયો છે જેથી અમારી ગાડી આગળ આવી શકે તેમ નથી. જેથી ઈસમે યુવકને ૧૮,૫૦૦/- બેંક ખાતામાં નાખવા કહ્યું હતું. તેમજ કહયું હતું કે, તમે ઇન્સ્યોરન્સ ભરી દો, અને તમે ગાયને લઈ આવશું ત્યારે ૧૮,૫૦૦/- રૂપિયા આપી દેશું. બાદમાં તેમણે ગાય આવવાની વાટ જોઈ પણ ગાયને લઈને ઘરે નહીં આવતા યુવકને સાયબર ફ્રોડ થયો હોવાનો ખ્યાલ આવ્યો હતો. જેથી સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર કોલ કરી ફરિયાદ કરી હતી. ત્યાર પછી સુબીર પોલીસ મથકે જઈને યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500