Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Earthquake : મ્યાનમારમાં 24 કલાકમાં 15 વખત ભૂકંપ, લોકો જીવ બચાવવા માટે ઘર છોડી બહાર દોડ્યા

  • March 29, 2025 

મ્યાનમારમાં 7.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ વારંવાર આફ્ટરશોક આવી રહ્યા છે. 24 જ કલાકમાં મ્યાનમારમાં 15 વખત ધરા ધ્રુજી, જોકે આજે ફરી શક્તિશાળી ભૂકંપના આંચકા આવ્યા છે. આજે આવેલા તીવ્રતા 5.1 નોંધાઈ. લોકો જીવ બચાવવા માટે ફરી ઘર છોડીને બહાર આવી ગયા હતા. ભૂકંપ બાદ મ્યાનમાર અને થાઈલેન્ડમાં ઠેર ઠેર તારાજી જોવા મળી રહી છે. સત્તાવાર આંકડા અનુસાર એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે બે હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. અમેરિકાની જિયોલોજીકલ સર્વે એજન્સી USGSનો તો દાવો છે કે, મ્યાનમારમાં જ ભૂકંપના કારણે 10 હજારથી વધુ લોકોના મૃત્યુની આશંકા છે.


જોકે હજુ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે અને ગુમ થયેલા લોકોને શોધવામાં આવી રહ્યા છે. થાઈલેન્ડના પાટનગર બેંગકોકમાં 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ભૂકંપ બાદથી જ મ્યાનમારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે જાનમાલના નુકસાનની જાણકારી દુનિયા સામે નથી આવી રહી. મ્યાનમારમાં સેનાએ ઈમરજન્સીની જાહેરાત કરી છે તથા દુનિયાના દેશોને મદદ કરવા માટે અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમારની સેનાના જનરલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે તથા સંભવ તમામ મદદ માટે આશ્વાસન આપ્યું છે. ભારતીય વાયુસેના પણ ગઇકાલ રાત્રિથી જ મ્યાનમારમાં રાહત સામગ્ર પહોંચાડી રહી છે. ભારતે મ્યાનમારની મદદ માટે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે કે હેઠળ આવશ્ય દવાઓ, સોલર કેમ્પ, જનરેટર, સ્લીપિંગ બેગ અને ટેન્ટ જેવા સામાન મોકલવામાં આવી રહ્યા છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application