મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં કલમકુઈ ગામનાં દાદરી ફળિયામાં કલમકુઈથી ધામોદલા જતાં રસ્તા પરનાં વળાંક પાસે ઈકો કારની અડફેટે મોપેડ બાઈક પર સવાર યુવકનું ઈજાને કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વાલોડ તાલુકાનાં કલમકુઈ ગામનાં નિશાળ ફળિયામાં રહેતો પ્રતિકકુમાર દિવ્યેશભાઈ ચૌધરી (ઉ.વ.23)નો તારીખ 05/03/2025 નારોજ તેની હોન્ડા કંપનીની ડિયો મોપેડ નંબર GJ/26/S/1352 લઈને ધામોદલા ગામે તેના પપ્પાને લેવા માટે જતો હતો.
તે સમયે કલમકુઈ ગામનાં દાદરી ફળિયામાં કલમકુઈથી ધામોદલા જતાં રસ્તા પરનાં વળાંક પાસે આવતા મનિષભાઈ ધીરૂભાઈ ચૌધરી (રહે.લોટરવા ગામ, નિશાળ ફળીયું, વ્યારા)નાએ પોતાના કબ્જાની ઇકો ફોર કાર નંબર GJ/21/AQ/9865ને ધામોદલા ગામ તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પ્રતિકની મોપેડ બાઈકને આગળના ભાગે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં માથાનાં ભાગે ગંભીર ઇજા તથા શરીરે નાની મોટી ઓછી ઇજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે હિરેનભાઈ સુરેશભાઈ ચૌધરી નાએ વાલોડ પોલીસ મથકે ઈકો કારના ચાલક સામે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application