નવસારીનાં મોટીચોવીસી ગામે ખાતે રહેતા યુવકની શેરમાર્કેટમાં વધુ વળતર મળશે તેવી ઠગબાજોએ લાલચ આપી રૂ.૧૩.૯૦ લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, પિનલકુમાર રમણલાલ મિસ્ત્રી (રહે.કણબીવાડ, મોટી ચોવીસી ગામ, તા.નવસારી) ભીલાડની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. એક વર્ષ પહેલા તા.૨૭મી માર્ચ નારોજ તેઓ ઘરે હતા.
તે વખતે વોટ્સએપ ઉપર ડેવીડ બોલ્ડ ઇન્ડિયા ક્લબ નામના ગ્રૂપમાં જોઈન્ટ થવાની લિંક આવી હતી. જે ગ્રૂપમાં જોઈન્ટ થતા જ શેરમાર્કેટની માહિતીઓ શેર કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને કોલેરીંડીયા નામની એપ્લિકેશન મોકલવામાં આવી હતી. ત્યારબાદ ઠગબાજોએ તેમને શેરમાર્કેટમાં રોકાણ કરશો તો સારું વળતર મળશે તેવી લાલચ આપી ટુકડે ટુકડે રૂ.૧૩.૯૦ લાખ ટ્રાન્સફર કરાવી લઈ તે વિડ્રોલ નહીં કરવા દઈ તેમની સાથે છેતરપિંડી કરી હતી. બનાવ અંગે પિનલકુમાર મિસ્ત્રીએ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application