સુરત જિલ્લાના માંગરોળના પીપોદરા ગામની સીમમાં આવેલી કંપનીના રૂમમાં ૨૦ વર્ષીય પરપ્રાંતીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવ ટૂંકાવી લેતા કોસંબા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પીપોદરા ગામે બંસરી ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી કાશીબા ફેબ્રીકસ કંપનીના ગ્રાઉન્ડ ફ્લોર પર દાદર નીચેના રૂમમાં રહેતો અને મૂળ બિહારના લેમપુર ગામનો ૨૦ વર્ષીય રોહિતકુમાર સંતોષ મંહતો પોતાના રૂમમાં જ હાજર હતો. તે દરમિયાન રોહીતે એકલતાનો લાભ લઇ રૂમમાં દરવાજાની ઉપર આવેલા સિમેન્ટની જાળીમાં સફેદ દોરી બાંધીને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણકારી મળતા પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. યુવકે કયા અને કેવા સંજોગોમાં આત્મહત્યા કરી તે જાણવા પોલીસ કવાયત કરી રહી રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application