Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાની ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંકના બે કર્મચારીઓએ લોનના હપ્તાની રકમ માટે ધમકી આપી

  • January 30, 2025 

વ્યારા ખાતે આવેલ ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંકના બે કર્મચારીઓ દ્વારા લોનના હપ્તાની રકમ ભરપાઈ કરવા મુદ્દે બોરખડી ગામના ગ્રાહક સાથે ગાળાગાળી કરી તથા ઘરમાંથી બધી વસ્તુ ફેંકી દેવાની તેમજ ઘરમાંથી ઉંચકી જવા જેવી ધમકી આપી હોવાની લેખિત રજુઆત પોલીસ મથકે થઇ હતી.


બનાવની વિગત એવી છે કે, વ્યારા તાલુકાના બોરખડી ગામના રહીશ વિજયભાઈ મહેન્દ્રભાઇ ગામીતએ પોલીસ મથકે લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે, તેમની પત્નીનું ખાતું વ્યારાની ઉજીવન સ્મોલ ફાઈનાન્સમાં હોવાથી જેઓએ ગત તારીખ ૧૩-૬-૨૪ નારોજ રૂપિયા ૯૦,૦૦૦/-ની પર્સનલ લોન ૨૭.૫૩ ટકાના વાર્ષિક વ્યાજ સહિત બે વર્ષના ગાળાના માટે અને કુલ ૨૪ હપ્તા પાડી લીધી હતી. ફાઈનાન્સ કંપનીએ પહેલા ફાઈલ ચાર્જ તરીકે રૂપિયા ૧૦,૦૦૦ લઈ લીધા હતા, માસિક હપ્તો રૂપિયા ૪,૭૨૫/-નો રાખ્યો હતો. જોકે લોન અંગે તમામ પેપર્સ પણ ગ્રાહકને આપ્યા ન હતા. હપ્તાની કોઈપણ ચોક્કસ તારીખ જણાવવામાં આવતી નથી.


પરંતુ ગમે ત્યારે હપ્તાની રકમની માંગણી ગ્રાહકો પાસેથી કરવામાં આવે છે. બોરખડીના ગ્રાહક દ્વારા કુલ ૭ હપ્તાની રકમ ભરવામાં આવી છે, તારીખ ૨૧-૧-૨૫ નારોજ બોરખડીના લોનધારક મહિલાને ત્યાં હપ્તાની રકમની માંગણી કરવા કોઈ પણ અગાઉથી નોટિસ આપ્યા વિના ફાઈનાન્સ કંપનીની બે મહિલા પહોંચી હતી, તેમને વિજયભાઈની પત્નીએ જણાવ્યું કે હાલ શેરડીની કાપણી ચાલુ છે જેથી સુગરમાંથી હજુ પૈસા ખાતામાં જમા થયા નથી, બે-ત્રણ દિવસમાં પૈસા જમાં થઇ જશે એટલે હપ્તાની રકમ જમા કરાવી દઇ શું, પરંતુ હપ્તાની રકમ લેવા આવેલી મહિલાઓએ ગાળો આપી તેમજ ઘરમાંથી બધી વસ્તુ ફેકી દેવા ધમકી આપી લોનની રકમ આજે જ ભરી દો, નહીં તો ઘરમાંથી ઉચકી લઇ જઇ શું જેવી ધમકી આપી માનસિક ત્રાસ આપ્યો હતો. તેણે મહિલાનું અપહરણ કરવાની ધમકી પણ આપી હતી. જેથી લોનધારક દ્વારા લોનના હપ્તાની રકમ તારીખ ૨૮-૧-૨૫ નારોજ બેંકમાં જમાં કરાવી દેવામાં આવી હતી. આ દંપતીએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે અગાઉ પણ બાકી લેણી વસુલ કરવા સોનગઢ ખાતેથી એક મહિલાને લોન હપ્તાની બાકી રકમને લઇને ઘરેથી ફાઈનાન્સ કંપનીની ઓફિસ ઉપર લઈ આવી હતી, જયાં સુધી રકમ જમાં ન કરાવે ત્યાં સુધી મહિલાને છોડવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application