Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહાકુંભમાં નાસભાગ બાદ નાગેશ્વર ઘાટ નજીક ભીષણ આગ, આગમાં અનેક ટેન્ટ બળીને થયા ખાખ

  • January 30, 2025 

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભ મેળામાં બુધવારે થયેલી નાસભાગ બાદ આજે મેળાની બહાર બનેલા ટેન્ટ સિટીમાં ભીષણ આગ લાગી હતી. ઝુંસી છતનાગ ઘાટના નાગેશ્વર ઘાટ સેક્ટર 22 પાસે આગ લાગી હતી. આ ભીષણ આગમાં અનેક ટેન્ટ બળીને ખાક થઈ ગયા. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવા માટે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો.


આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઝૂસીના છતનાગ ઘાટ અને નાગેશ્વર ઘાટ વચ્ચે મહાકુંભમાં સેક્ટર 22 ક્ષેત્ર સ્થિત છે, જ્યાં આ ઘટના બની હતી. સદનસીબે જ્યાં આગ લાગી ત્યાં કોઈ રહેતું ન હતું. કોઈ શ્રદ્ધાળુ ટેન્ટમાં અંદર ન હતા. જોકે આગમાં અનેક ટેન્ટ બળીને ખાક થઈ ગયા, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. ચીફ ફાયર ઓફિસર પ્રમોદ કુમાર શર્માએ જણાવ્યું કે, સેક્ટર 22માં આગ લાગવાની માહિતી મળી હતી. ઘટના સ્થળ પર અનેક ફાયર વિભાગની ગાડીઓ પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો. માનવામાં આવી રહ્યું છે કે, શોર્ટ સર્કિટથી આગ લાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application