વલસાડ જિલ્લાના વાપી નજીકના તરકપારડી કુંતા ખાતે અલીભાઈની ચાલમાં રહેતા યુવકે કોઈ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવી લેતા ચકચાર મચી ગઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તરકપારડી કુંતા ખાતે અલી ભાઈની ચાલમાં રહેતા હાલો કુમાર મુન્નારામ (ઉ.વ.૨૮)એ ગત તારીખ ૨૮મીએ રાત્રે કોઈ અગમ્ય કારણસર રૂમના પતરાના એંગલ સાથે નાહવાનો રૂમાલ બાંધ્યો હતો. ત્યારબાદ તેણે તે રૂમાલ વડે જ ગળે ફાંસો ખાઈને જીવતર ટુંકાવી લીધું હતુ. ઘટનાની જાણકારી આસપાસમાં રહેતા રહીશોને થતા તેમણે વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી. વાપી ટાઉન પોલીસે સ્થળ ઉપર પહોંચી લાશનો કબજો લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application