Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપીમાં રેલવે ટ્રેક ક્રોસ કરતી માતા-પુત્રીનું ટ્રેન અડફેટે આવતાં મોત

  • December 06, 2022 

વાપીનાં છીરી સ્થિત રામનગરમાં રહેતા દેવેન્દ્ર શાહુની 40 વર્ષીય પત્ની રીટાદેવી તેમની બે પુત્રી રૂદ્દા ઉર્ફે રાધા અને સ્વીટી સાથે વાપી ટાઉન સ્થિત માર્કૈટમાં શાકભાજી અને અન્ય ખરીદી કરવા માટે આવી હતી. જોકે ગતરોજ બપોરે માતા અને બે પુત્રી ખરીદી કર્યા બાદ ઘરે જવા માટે રેલવે ઓવર બ્રિજ નીચે જૂના ફાટક પાસે આવ્યા હતા અને રેલવે ટ્રેક ક્રોસ કરવાની ઉતાવળમાં મુંબઇ તરફથી પૂરઝડપે આવી રહેલી ટ્રેન અચાનક ધસમસતી આવીને રીટા દેવી અને નાની પુત્રી રૂદ્દા ઉર્ફે રાધાને ટક્કર મારી દીધી હતી. ટ્રેનની જોરદાર ટક્કર લાગતા જ ગંભીર ઇજાના પગલે માતા-પુત્રીના સ્થળ ઉપર જ મોત નીપજ્યા હતા.



જ્યારે મોટી પુત્રી સ્વીટી ટ્રેક ક્રોસ ન કરતા બચી ગઇ હતી. વાપી શહેરનાં પૂર્વથી પશ્વિમનાં 1 લાખથી વધુ નાગરિકો માટે પાલિકા દ્વારા ગત વર્ષે ઓકટોબર માસમાં 8.16 કરોડમા ખર્ચે જુના ફાટક પાસે પેડેસ્ટ્રિયન(સબ વે) બનાવવા માટે ખાતમુર્હુત કર્યુ હતું, પરંતુ એક વર્ષ પૂર્ણ થવા છતાં સ્થળ પર 5 ટકા પણ કામગીરી દેખાતી નથી. પાલિકાએ રેલવેની કામગીરી સોંપ્યા બાદ ખાનગી એજન્સી ખાડા ખોદી કામગીરી ચાલુ કરી હતી. ત્યારબાદ એજન્સીએ કામગીરી છોડી દીધી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application