મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી બોગસ ડોક્ટર ઉપર કાર્યવાહી કરવાનો ઓર્ડર થયેલ હોય જેથી નાની તંબાડી પ્રા.આરોગ્ય કેન્દ્રનાં ડો.હિરલબેન પટેલ ડુંગરા પોલીસની ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા. તે સમયે લવાછા પીપરીયા વિસ્તારમાં બાપુનગર રાજુ મેડિકલની ગલીમાં પંકજ વિજય બહાદુર યાદવની દુકાનમાં આવેલ સાઇમા ક્લિનિકમાં જઇ તપાસ કરતા ત્યાં હાજર ઇસમે પોતે ડોક્ટર હોવાનું જણાવ્યું હતું. જોકે ડોક્ટર ઇમરાન રબીઉલ સરદાર (રહે.લવાછા, દિનેશ પટેલની ચાલીમાં, મૂળ રહે.પ.બંગાળ) પાસેથી ગુજરાત મેડિકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર ન હોય અને બીજા મનુષ્યોની જીંદગી અને સલામતીને જોખમમાં મુકાય તે રીતે કૃત્ય કરતા તેની સામે પોલીસમાં ગુનો નોંધાવતા ધરપકડ કરાઇ હતી. બોગસ તબીબ ઇમરાન રબીઉલ સરદાર પાસેથી ડી.બી.સી.રોય કોલેજ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, બી.એસ.ડી. સોસાયટી ઓફ મેડિકલ સાઇન્સએન્ડ ટેક્નોલોજી ક્રિષ્નાપુરવેસ બંગાળનું સર્ટિફીકેટ અને સિરપ, સોલ્યુશન, ટેબ્લેટ, ઇન્સ્ટ્રુમેન્ટ, સ્ટેથોસ્કોપ મળી કુલ રૂપિયા 17,634/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application