Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારમાં બનાવેલ ચોરખાનામાંથી દારૂનાં જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

  • April 13, 2023 

વલસાડનાં ધમડાચી હાઇવે ઉપરથી બાતમીનાં આધારે એક કાર અટકાવી ચેક કરતા કારમાં બનાવેલા ચોર ખાનામાં સેલવાસથી સુરત લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂનાં જથ્થા સાથે કાર ચાલક અને બાજુની સીટ ઉપર બેસેલા વધુ એક ઈસમ સહિત બે ઇસમોની ધરપકડ કરી રૂપિયા 5.35 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એક કાર નંબર GJ/05/JP/8372માં બનાવેલા ચોર ખાનામાં, સેલવાસથી વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ભરી, કારચાલક સહિત બે ઈસમો સુરત તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી.






આ બાતમીનાં આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમ ધમડાચી પીરુ ફળિયા પાસે કારની વોચ ગોઠવી ઉભી હતી. જે દરમિયાન બાતમી વાળી કાર આવતા કારને અટકાવી ચેક કરતા, કારમાં બનાવેલા ચોર ખાનામાંથી દારૂનો જથ્થો રૂલર પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ રૂલર પોલીસની ટીમે કાર, દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 5.35 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application