Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : વિદેશી દારૂનાં જથ્થા સાથે કાર ચાલક ઝડપાયો, જયારે બાઈક ચાલક વોન્ટેડ

  • January 07, 2023 

વલસાડ રૂલર પોલીસની ટીમ, ઉતરાયણનાં પર્વને લઈ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીનાં આધારે એક કાર નંબર GJ/06/MD/1007માં વિદેશી દારૂનો જથ્થો ભરી કારનો ચાલક સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જે મળેલી બાતમીના આધારે વલસાડ રૂલર પોલીસની ટીમ વલસાડ હાઇવે ઉપર મુરલીધર હોટલ સામે બાતમી વાળી કારની વોચ ગોઠવી ઉભી હતી. તે દરમિયાન, બાતમીવાળી કાર આવતા કારને અટકાવી ચેક કરતા કારમાંથી 280 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વલસાડ રૂલર પોલીસે કાર ચાલક દર્શન વાઘેલાની અટકાયત કરી રૂલર પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જયારે બીજા બનાવમાં આ સાથે વલસાડ તાલુકાનાં ઠક્કરવાડા પાસેથી એક મોપેડમાં બનાવેલા ચોર ખાનામાંથી 210 બોટલ વિદેશી દારૂનો જથ્થો રૂલર પોલીસે ઝડપી પાડ્યો હતો.




વલસાડ રૂલર પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન એક મોપેડ નંબર GJ/21/AB/4101 નાને અટકાવવા જતા મોપેડ ચાલકે દારૂનાં જથ્થા સાથે પકડાઈ જવાની બીકે ઠક્કરવાડા ગામ તરફ પોતાની મોપેડ હંકારી મૂકી હતી. વલસાડ રૂલર પોલીસની ટીમે પીછો કરતા ઠક્કરવાડા ખાતે પોતાની મોપેડ મૂકી મોપેડ ચાલક નજીક આવેલી જંગલ જાડીમાં ભાગી છુટ્યો હતો. વલસાડ રૂલર પોલીસની ટીમે મોપેડમાં ચેક કરતાં મોપેડનાં આગળનાં ભાગે તથા ડીક્કીમાં, તથા અન્ય જગ્યાએ બનાવેલા ચોર ખાનામાંથી કુલ 210 બોટલ વિદેશી દારૂનો જથ્થો રૂલર પોલીસે ઝડપી પાડ્યો હતો. રૂલર પોલીસની ટીમે મોપેડ ચાલકને વોન્ટેડ જાહેર કરી વલસા રૂલર પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application