વલસાડની LCBની ટીમે વિધાનસભા સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખીને લિસ્ટેડ બુટલેગરો સામે પાસાની દરખાસ્ત કરીને તમામ બૂટલેગરો ઉપર અંકુશ લાવવા પ્રયાસ હાથ ધરી રહી છે. ત્યારે વલસાડ જિલ્લામાં નોંધાયેલા 4 કેસોમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ઠાલવવાના કેસમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ પાસાની દરખાસ્ત જિલ્લા મેજિસ્ટેટ સમક્ષ કરી હતી. જે દરખાસ્ત મજૂર થતા વલસાડ LCBની ટીમે દમણથી આરોપીની ધરપકડ કરી પાસા હેઠળ ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને ચૂંટણી મુક્ત વાતાવરણમાં યોજાય તે માટે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકએ LCB PIને સૂચના આપી હતી.
જેમાં વલસાડ જિલ્લામાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ઠાલવવાના કેસમાં ડાભેલ પુનીયા ફળીયા, રહેતા હરીશ પટેલની સંડોવણી સામે આવી હતી. જેથી હરીશ પટેલ વિરુદ્ધ સાધનિક કાગળો એકત્રિત કરી વલસાડ જિલ્લા મેજિસ્ટેટ સમક્ષ પાસાની દરખાસ્ત મુકવામાં આવી હતી. આમ, વલસાડ જિલ્લા મેજિસ્ટેટ દ્વારા પાસાની દરખાસ્ત મજૂર થતા વલસાડ LCBની ટીમે દમણ ખાતે રહેતા હરીશ રમેશભાઈ પટેલની ધરપકડ કરી પાસા હેઠળ ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી. વલસાડ જિલ્લામાં વાપી ટાઉન, પારડી અને વલસાડ રૂરલ પોલીસ મથકે ઝડપાયેલા લાખો રૂપિયા દારૂના 4 કેસમાં સંડોવણી બહાર આવતા કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application