વાલોડનાં બુહારી-કલકવા ગામના માર્ગ પર બાઈક સ્લીપ થઇ જવાના કારણે ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનો બનાવ વાલોડ પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી અનુસાર, સુરત જીલ્લાના મહુવા ગામના પઠાણ ફળીયામાં રહેતા પ્રવીણભાઈ છગનભાઈ પ્રજાપતિનો ૧૮ વર્ષીય દીકરો મયુરભાઈ પ્રવીણભાઈ પ્રજાપતિ, ગત તા.ચોથી મે ૨૦૨૨ નારોજ પ્રવીણભાઈની બને દીકરીઓને લેવા સારું મહુવા ખાતેથી બોક્સર બાઈક નંબર જીજે/૦૫/એએન/૦૪૧૨ની લઈને નીકળી ગયો હતો.
જોકે મોડે સુધી પરત નહી ફરતા પ્રવીણભાઈ શોધવા માટે નીકળી પડ્યા હતા. દરમિયાન કલકવા-બુહારી ગામના માર્ગ પર તપાસ દરમિયાન બાઈક રોડની બાજુમાં પડેલ હોવાનું જાણવા મળ્યું હતું અને બાઈક ચાલકને સારવાર માટે વાલોડ ખાતે લઇ જવામાં આવ્યો હોવાનું જાણવા મળતા વાલોડની હોસ્પિટલમાં તપાસ કરી હતી.
જોકે ઈજાગ્રસ્ત મયુરભાઈને વધુ સારવાર માટે સુરત નવી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન મયુરભાઈ પ્રજાપતિનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતક યુવકના પિતા પ્રવીણભાઈ છગનભાઈ પ્રજાપતિના નિવેદનના આધારે તા.૫મી મે નારોજ વાલોડ પોલીસે બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500