ઉચ્છલનાં મીરકોટ ગામનાં યુવકે પૈસા બાબતે થયેલ બોલાચાલી અંગે અદાવત રાખી બે ઇસમોએ લોખંડનાં સળીયા તથા કાચની બોટલ માથામાં મારીને ગંભીર ઈજા પહોંચાડી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાનાં મીરકોટ ગામનાં રેલ્વે ફળીયાનાં રહીશ કલ્પેશભાઈ શંકરભાઈ ગામીત (ઉ.વ.૩૭) ગામડે ગામડે જઈને ઈરીગેશન કંપનીનાં પાઈ૫ તેમજ ટપક પધ્ધતિનો સામાન આપવાનું કામ કરે છે, જેઓ સાથે આશરે ચારેક માસ અગાઉ પૈસાની બાબતે યાકુબભાઈ વસંતભાઈ ગામીત (રહે.રામપુરા, કાનાદેવી ડુંગરી ફળીયું, સોનગઢ) સાથે બોલાચાલી થઇ હતી. જોકે યાકુબભાઇ પાસે ૧૫ હજાર રૂપિયા લેવાના હતા, જે પૈસા આપતો ન હોય જેથી બબાલ થઈ હતી.
જેની અદાવત રાખી ગત તારીખ ૨૮નાં રોજ મીરકોટ ગામનાં કારોબારી ફળીયાનાં કાચા રસ્તા ઉપરથી કલ્પેશભાઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઈક ઉપર આવેલ યાકુબભાઈએ લોખંડનાં સળીયો કલ્પેશભાઈને માથામાં મારમારી દીધો હતો અન્ય એક અજાણ્યા ઈસમ કાચની બોટલ કલ્પેશભાઈને કપાળનાં ભાગે મારી દીધી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ઈજાગ્રસ્ત કલ્પેશભાઈ ગામીતે આરોપી યાકુબભાઈ ગામીત તથા અન્ય અજાણ્યા સામે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500