વાંસદા રેન્જના આરએફઓને મળેલ બાતમીના આધારે, આહવા ડાંગ તરફથી એક બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે/05/બીયુ/9304માં સાગી લાકડા ભરી ડોલવણના પીઠાદરા ગામનો અંકિતભાઈ ઉર્ફે અકો, ક્લીનર તથા સાઈડમાં કનુભાઈ જે વઘઈ તાલુકામાંથી વાંસદાની હદમાં પસાર થવાના હોય જે બાતમીના આધારે ફોરેસ્ટ અધિકારીઓ મહુવાસ ખાતે ઉભા રહ્યા હતા.
તે સમય દરમિયાન વર્ણન મુજબની ગાડી આવતા જોઈ ઉભી રાખવાનો પ્રયાસ કરતા ગાડી ઉભી ન રહેતા. વન વિભાગના અધિકારીઓએ મોટી ભોમતી, કુરેલિયા, કુકડા, ધરમપુરથી સરા તરફ જવાના રસ્તા થઈ પદમડુંગરી અંબિકા નદીના પુલ થઈ બોલેરો પીકઅપ ભગાવી દેતા પોલીસે પીછો કર્યો હતો.
ત્યારબાદ અધિકરીઓએ ડોલવણનાં બેસનિયા જંગલના રોડ ઉપર ઈસમોને અટકવાનો પ્રયાસ કરતા ગાડી ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી અધિકારીઓની ગાડીને ટક્કર મારી ગાડીને ખાડામાં ઉંધી વાળી ભાગી છુટ્યા હતા જેથી વન વિભાગના અધિકારીઓને ઈજા પહોચી હતી. આ બનાવ અંગેની ફરિયાદ ડોલવણ પોલીસને કરતા ડોલવણ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500