Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચનાં જંબુસરમાં પાર્લે પોઇન્ટથી ડીવાયએસપી કચેરી સુધી રસ્તાની કામગીરી ચાલતી હોવાથી આગામી 10 દિવસ રસ્તો બંધ રહેશે

  • February 17, 2023 

ભરૂચનાં જંબુસરમાં પાર્લે પોઇન્ટથી ડીવાયએસપી કચેરી સુધી રસ્તાની કામગીરી કરવામાં આવનાર હોવાથી આ રસ્તાને આજથી 10 દિવસ માટે વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. આ દિવસો દરમિયાન વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગ પરથી પસાર થવું પડશે. જંબુસરમાં એસ.ટી. ડેપો સર્કલ પાસે નગરપાલિકા દ્વારા નવી પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવશે જેના કારણે પાર્લે પોઇન્ટથી ડીવાયએસપી કચેરી સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાશે.





જંબુસર ડેપોથી ભરૂચ તરફ જતાં વાહનોએ ડાભા સર્કલવાળા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. ભરૂચથી જંબુસર આવતાં વાહનોએ સેન્ટર પ્લાઝાથી ડાભા ચોકડી થઇને એસટી ડેપો તરફ જવાનું રહેશે. જંબુસર ડેપો સર્કલથી શાક માર્કેટ જતાં દ્વિ તથા ત્રિ-ચક્રી વાહનોએ શહિદ મસ્જિદ સામે આવેલાં રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. કાવી, કલક, લીમજ, કરમાડ તરફથી આવતાં વાહનોએ વડોદરા જવા માટે જંબુસર ડેપો સર્કલથી સેન્ટર પ્લાઝા થઇને વડોદરા તરફ જવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application