ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યુ છે. નાયબ નિયામક સામેની તપાસનુ ફિંડલું વાળવા 30 લાખ રૂપિયાની લાંચ પ્રકરણમાં ઝડપાયેલાં આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમારને નોકરીમાંથી છૂટા કરાયા છે. એક બાજુ રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના સૂત્ર સાથે ઓપરેશન ગંગાજળનું નાટક કરી રહી છે તો બીજી બાજુ, નિવૃત અધિકારીઓને કરાર આધારિત નોકરી આપી ભ્રષ્ટાચારનો માર્ગ મોકળો બનાવી રહી છે.
સરકારનો નવો મંત્ર રહ્યો છે કે, કોન્ટ્રાક્ટ પર અધિકારીને નોકરીએ રાખો, જો પકડાઈ જાય તો, હાંકી કાઢો. છેલ્લાં ઘણાં વખતથી ગુજરાતમાં રાજ્ય આરોગ્ય વિભાગ ચર્ચામાં રહ્યું છે કેમકે, ખ્યાતિ કાંડમાં ખુલાસો થયો છે કે, પૈસા આપો તો, બારોબાર આયુષ્યમાન કાર્ડ પણ તૈયાર થઈ જતાં હતાં. જૂના સચિવાલયમાં બેસીને આરોગ્ય વિભાગમાં કરાર આધારિત કર્મચારીઓ ભ્રષ્ટાચાર આચરતા હતા.
આ જ પ્રમાણે, હોસ્પિટલોમાં બાકી પૈસાના બિલો પાસ કરાવવા હોય તો પણ દાનદક્ષિણા આપવી પડે છે. નહીંતર બિલો પાસ થતાં જ નથી એવી ફરિયાદો ઉઠી છે. એસીબીના દરોડામાં પૂરવાર થયું છે કે, ડોક્ટરો સામે થતી તપાસની ફાઇલ અભરાઈએ ચડાવવી હોય તો પણ પૈસા લેવાય છે. ત્યારે હવે સરકારે પ્રતિષ્ઠા સુધારવા ભ્રષ્ટ આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમારની નોકરીમાંથી હકાલપટ્ટી કરી છે. એવુ જાણવા મળ્યું છે કે, સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત ડીન ગીરીશ પરમાર આરોગ્ય અધિક સચિવના વચેટિયા તરીકે કામ કરતાં હતાં. આમ, આરોગ્ય વિભાગમાં પૈસા આપો તો ફાઈલ પાસ થઈ જાય, તપાસ પર પૂર્ણવિરામ મૂકાઈ જાય અને બિલો પણ પાસ થઈ જાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application