વ્યારામાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની મુખ્ય નહેરના પાણીમાં રીક્ષા ધોવા માટે બે વ્યક્તિઓ ગયા હતા તે દરમિયાન જેઓ નહેરના પાણીમાં તણાતા જે પૈકી એકનો મૃતદેહ મળ્યો હતો, જ્યારે એકની શોધ ચાલુ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા એમ.બી. પાર્ક સોસાયટીમાં રહેતા ભગવાનભાઈ વિઠ્ઠલાલભાઈ ભોંય અને રમણભાઈ ચીકુભાઇ વાઘેલા નાઓ વ્યારામાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની મુખ્ય નહેરના પાણીમાં રીક્ષા ધોવા માટે ગયા હતા. તે દરમિયાન કોઈ કારણસર બંને શખ્સ નહેરનાં પાણીમાં તણાયા હતા. જયારે તણાયેલ ભગવાનભાઈ ભોંયનો મૃતદેહ નહેરમાંથી મળી આવ્યો હતો પરંતુ રમણભાઈ વાઘેલાનો પતો મળ્યો ન હોવાથી તેમની શોધખોળ ચાલુ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application