સોનગઢનાં જેસીંગપુરા ટેકરા પાસે એક ચા’ની હોટલ પર પોતાના સંબંધીનાં ઝઘડાનાં સમાધાન માટે ગયેલ 28 વર્ષીય નઝિમ મહેમુદ પઠાણનાં છાતીનાં ભાગે ચપ્પુ મારી અકીલ પઠાણ, ફરાન પઠાણ અને તેનો એક સગીર વયના ભાઈએ મળી હત્યા કરી નાખવાનો બનાવ બન્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અલીફ નગર ટેકરા વિસ્તારમાં રહેતો નઝિમ મહેમુદ પઠાણ વ્યારા ખાતે કપડા વેચવાનો ધંધો કરતો હતો. જયારે ગત તારીખ 22/04/2024નાં રોજ નઝિમ પઠાણ પાસેથી કપડાં લઈને તેના સંબંધિ ફયાન પઠાણ, અરબાઝ પઠાણ તેમજ અન્ય એક ઇસમ ફરહાન ઉર્ફે બાબા નાસીર પઠાણ વિગેરે ટેમ્પો લઈને નારાણપુર (તા.ઉચ્છલ) ખાતે ભરાતા હાટ બજારમાં કપડા વેચવા માટે ગયા હતા.
ત્યાં આ ત્રણેય ઈસમો વચ્ચે ગ્રાહક અને ટેમ્પાના ભાડા બાબતે ઝઘડો થયો હતો આ ત્રણેય હાટ બજારમાંથી પરત સોનગઢ ખાતે ફર્યા ત્યારે પણ ફરહાન ઉર્ફે બાબા નાસીર પઠાણે રાત્રીનાં 10:00 વાગ્યાના અરસામાં ફયાન પઠાણ અને અરબાજ પઠાણ સાથે ફરી ઝઘડો કર્યો હતો ત્યારે સંબંધીઓએ તેઓને છુટા પાડ્યા હતા. પરંતુ ઝઘડો કરી રહેલ ઈસમ ફરહાન ઉર્ફે બાબા નાસીર પઠાણ તેના બે અકિર નાસીર પઠાણ તેમજ અન્ય એક સગીર વયનો ભાઈ રાત્રિના લગભગ 11:00 વાગ્યે સોનગઢનાં જેસીંગપુરા ટેકરા પાસે આવેલ વસિલા ચા’ની હોટલ પર ભેગા થયા હતા.
ત્યારે અકીલ પઠાણે ફોન કરીને નઝિમ મહેમુદ પઠાણને બોલાવ્યો હતો. તેથી નઝિમ પઠાણ પોતાના સંબંધીવતી સમાધાનની વાત કરવા માટે ચા’ની હોટલ પર ગયો હતો તેઓ રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં સમાધાનની વાતો કરી રહ્યા હતા ત્યારે ઉશ્કેરાઈ ગયેલા ત્રણ ભાઈઓ પૈકીના એક સગીર વયના ભાઈએ પોતાની સાથે લાવેલું ચપ્પુ નઝિમ પઠાણનાં છાતીનાં ભાગે મારી દેતા નઝિમ પઠાણ જ ફસડાઈ પડ્યો હતો. તે સમયે અકીલ પઠાણનાં હાથમાં તલવાર હતી જોકે તેણે તલવાર મારી ન હતી પણ હાથથી નઝિમ પઠાણને મુક્કો માર્યો હતો. તેમજ ફરહાન પઠાણે ફસડાઈ પડેલા નઝિમ પઠાણને લાતથી માર માર્યો હતો.
આ ઝઘડા દરમિયાન ઘટના સ્થળે 8થી 10 ઈસમો પણ હતા તેઓ પૈકીનાં કેટલાક ટુ વ્હીલર પર બેસાડીને લોહીલુહાણ હાલતમાં પડેલ નઝિમ પઠાણને સારવાર માટે સોનગઢની રેફરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે ફરજ પરના તબીબોઓ નઝિમ પઠાણને મૃત જાહેર કર્યો હતો. હત્યાનાં બનાવને લઈને તુરંત હરકતમાં આવેલી પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપી સગાભાઇઓને અકીલ નાસીર પઠાણ, ફરહાન ઉર્ફે બાબા નાસીર પઠાણ અને તેના સગીરવયનો ભાઈ (તમામ રહે.ઇસ્લામપુરા ટેકરા, સોનગઢ)નાઓને ઝડપી પાડી આરોપીઓ સામે પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500