ઉચ્છલનાં સેવટી ગામમાં જમીન ખેડાણ મુદ્દે થયેલ મારામારીમાં મહિલા તથા તેના જમાઇને લાકડાના ફટકા મારી ઈજા પહોંચાડી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ ચાર વ્યકિતઓ સામે નોંધાઈ છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સેવટી ગામના રહીશ બીજનાબેન મીલ્યાભાઈ વસાવા (ઉ.વ.65)એ ચાર વ્યકિતઓ સામે ફરીયાદ કરતા જણાવ્યું છે કે, ગત તારીખ 9નાં રોજ બીજનાબેન તથા તેમના જમાઈ સુનિલભાઈ સાથે સર્વે નં.113, બ્લોક નં.74 વાળી જમીનમાં ટ્રેકટર વડે ખેડાણ કરાવતા હતા. તે દરમિયાન મગનભાઈ આલુભાઈ વસાવા, દિલીપભાઈ વસાવા, મુન્નીબેનવસાવા તથા નિતિશાબેન મગનભાઈ વસાવા (તમામ રહે.સેવટી ગામ)એ ખેતરે આવ્યા હતા. મગનભાઇએ કહેલ કે, ઉચ્છલ કોર્ટમાં જમીન બાબતેનો કેસ ચાલુ છે.
તમારે ખેતરમાં ખેડાણ કરવું નહીં, હું ખેડાણ કરીશ તો ચાલશે. જેથી બીજનાબેને કહેલ કે, આ જમીનમાં અમારો પણ હિસ્સો હોય જેથી હું ખેડાણ કરીશ તેવું જણાવતા ઉશ્કેરાઈ ગયેલ મગનભાઈએ લાકડાના ફટકા મહિલાને જમણા પગે તથા પીઠના પાછળના ભાગે ત્રણ ફટકા મારી તથા જમાઈ સુનિલભાઇને લાકડાનાં ફટકા તથા ઢીક્કમુક્કીનો માર માર્યો હતો. અન્ય આરોપીઓએ પણ ઝપાઝપી તથા ઢીક્કમુક્કીનો માર મારી હવે પછી ખેતરમાં ખેડાણ કરશો તો જાનથી મારી નાંખીશુંની ધમકી આપી એકબીજાની મદદગારી કરી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાંનો ભંગ કરી ગુનો કર્યાની ફરિયાદ પોલીસ મથકે કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500