Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ પોલીસ સ્ટેશનનાં પશુ હેરાફેરનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

  • July 15, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં સોનગઢ પોલીસ સ્ટેશનનાં પશુ હેરાફેરના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને વ્યારા સ્ટેશન રોડ ઉપર આવેલ મસ્જીદ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ 14/07/2024નાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે, સોનગઢ પોલીસ સ્ટેશનનાં પશુ હેરાફેરના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી મોહમદ જહાગીર મોહમદ ઈસ્માઈલ શેખ (રહે.જનતા પાર્ક ગલ્લી નંબર-5, તા.નવાપુર, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)ને વ્યારા સ્ટેશન રોડ ઉપર આવેલ મસ્જીદ પાસેથી ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application