Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં બામણામાળ નજીક ગામની સીમમાં ટ્રક અડફેટે પાટી ગામનાં દંપતિનું ઘટના સ્થળ ઉપર મોત

  • July 04, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારા તાલુકાનાં બામણામાળ નજીક ગામની સીમમાંથી પસાર થતાં વ્યારાથી ડોલવણ તરફ જતાં રોડ ઉપર એક અજાણ્યા ટ્રક અડફેટે પાટી ગામનાં દંપતિ અડફેટે આવતાં ગંભીર ઈજાને કારને બંનેનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ, વ્યારાનાં બામણામાળ નજીક ગામની સીમમાંથી પસાર થતાં વ્યારાથી ડોલવણ તરફ જતાં રોડ ઉપર રવિવારનાં રોજ મોડી સાંજે એક ટ્રક નંબર MH/40/CD/5843ને રસ્તાની વચ્ચે બેદરકારી પૂર્વક બીજાની જિંદગી જોખમાઈ અને સલામતીને ભયમાં મૂકે તે રીતે ટ્રક ઉભી રાખી હતી.


જોકે ટ્રકના પાછળ કોઈપણ જાતની આડાશ રાખેલ ના હતી કે ટ્રકના ક્લીનરને પણ સિગ્નલ બતાવવા ઉભો રાખેલ નહીં હતો. તેમજ ટ્રકનાં પાછળ કોઈપણ જાતની સિગ્નલ લાઈટ ચાલુ નહીં રાખેલ હતી. જેથી બાઈક નંબર GJ/21/AP/6336નો ચાલક ભાવિકભાઈ રાજેન્દ્રભાઈ ગામીત (ઉ.વ.36., રહે.પાટી ગામ, નિશાળ ફળિયું, વ્યારા)નાઓને ટ્રક ઉભી નહીં દેખાતા ટ્રકની પાછળના ભાગે પોતાના કબ્જાની બાઈક અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં ભાવિકભાઈને માથાના ભાગે અને ચહેરાના ભાગે ગંભીર ઈજા થયેલ હતી.


તેમજ નાક તથા કાનમાંથી લોહી નીકળ્યું હતું અને જમણા હાથના ભાગે તથા ડાબા પગના નડાના ભાગે ગંભીર ઈજા થતાં સ્થળ ઉપર મોત નિપજ્યું હતું, જયારે બાઈક પાછળ બેસેલ તેમની પત્ની મયુરીકાબેનને નાકમાંથી લોહી નીકળતું હતું અને તેમને શરીરે આંતરિક ગંભીર ઈજા થતાં તેમનું પણ સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પિતા રાજેન્દ્રભાઈ ગામીતની ફરિયાદના આધારે સોમવારના રોજ અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application