Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં સાતકાશી ગામે મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો

  • August 27, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ ગામનાં સાતકાશી ગામે મારામારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. સોનગઢ ગામનાં સાતકાશી ગામનાં નિશાળ ફળિયામાં રહેતા વંત્યાભાઈ ડુંગરીયાભાઈ વસાવા નાઓ તારીખ 26/08/2023નાં રોજ તેમના મિત્ર રામજીભાઈ ધીરજભાઈ વસાવા નાંઓ સાથે બોરદા ગામે બજાર ફળિયામાં મહેન્દ્રભાઈ મરાઠીની દુકાન ઉપર ચા પીવા ઉભા હતા.



તે સમયે અમરસિંગભાઈ આતરીયાભાઈ વસાવા (રહે.બોરદા ગામ, મંદિર ફળિયું, સોનગઢ) નાંએ ત્યાં દુકાન પર આવી વંત્યાભાઈ સાથે બોલાચાલી કરી, ‘મારા સાળાને અઢી ત્રણ લાખ ભરાવી અને હવે મારા ગામમાં હોંશિયારી કરવા આવતો’ તેમ કહી વંત્યાભાઈને બે ઝાપટ મારી નાલાયક ગાળો આપી નાલાયક ગાળો આપી હથિયાર વડે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે વંત્યાભાઈ વસાવા નાંએ સોનગઢ પોલીસ મથકે અમરસિંગભાઈ વસાવા વિરુદ્ધ તારીખ 26/08/2023નાં રોજ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application