મનિષા સુર્યવંશી/વ્યારા : ડોલવણ તાલુકાનાં પીઠાદરા ગામનાં મનીષ ગામીતનાં ઘર પાસે આવેલ ખુલ્લા ખેતરમાં આશરે નવેક પ્લાસ્ટિકનાં મીણીયા કોથળામાં ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો ઈંગ્લીશ દારૂ તથા બીયર ટીન ભરી મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો વ્યારા અને ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે મળસ્કે નાઈટ પેટ્રોલીગમાં નીકળેલ હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા પ્રોહી. ગુનામાં પકડાયેલ હારૂન મોતીરામભાઈ કોકણી (રહે.કણધા ગામ, ગૌચર ફળિયું, ડોલવણ) અને મનીષ બાબુસીંગભાઈ ગામીત (રહે.પીઠાદરા ગામ, નવું ફળિયું, ડોલવણ)નાં ઘર પાસે મોટા પ્રમાણમાં પ્રોહી. જથ્થો સગેવગે કરવાની પેરવીમાં છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો ખાનગી તથા સરકારી વાહનમાં બેસી બેડચીત ત્રણ રસ્તા ખાતેથી નીકળી બાતમીવાળી જગ્યાએ આવતાં વાહનોની લાઈટનાં અજવાળે જોતા મનીષભાઈ બાબુસીંગભાઈ ગામીતનાં ઘરનાં પાછળનાં ભાગે ખેતરમાં બે ઈસમો એક મોટરસાઈકલ પાસે પ્લાસ્ટિકનાં કોથળામાં કઈક ભરતા હોવાનું જણાવેલ તેમજ સરકારી અને ખાનગી વાહનોની લાઈટ જોઈ લેતાં સ્થળ ઉપરથી ભાગવા જતા પોલીસે બંને ઈસમો હારૂન મોતીરામભાઈ કોકણી અને મનીષ બાબુસીંગભાઈ ગામીતના હોવાનું ઓળખી લીધું હતું.
જયારે બંને ઈસમોએ અંધારાનો લાભ લઈ ભાગી છુટ્યા હતા. ત્યારબાદ પોલીસે સ્થળ ઉપરથી એક કાળા કલરની બજાજ કંપની પલ્સર બાઈક નંબર GJ/05/FR/641 ઉપર આગળ તથા પાછળનાં ભાગે આશરે નવેક પ્લાસ્ટિકનાં મીણીયા કોથળામાં ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો ઈંગ્લીશ દારૂ તથા બીયર ટીન ભરી મળેલ આવ્યા હતા.
આમ, પોલીસે મનીષ ગામીતનાં ઘરનાં પાસે આવેલા ખુલ્લા ખેતરમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 545 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 40,500/- હતી અને બાઈકની કિંમત રૂપિયા 10,000/- મળી કુલ રૂપિયા 50,500/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે પોલીસ રેડ જોઈ ભાગી છુટેલ બંને ઈસમો હારૂન કોકણી અને મનીષ ગામીત નાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500