કુકરમુંડાના પીશાવાર ગામમાં પોલીસે બોલેરોને અટકાવી તપાસ કરતાં જેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો રૂપિયા 58,200/-નો મુદામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા. જયારે પ્રોહી. જથ્થો ભરાવનાર વાઇન શોપના બે ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, કુકરમુંડા તાલુકામાં ગત તા.23/06નાં રોજ નિઝર પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે, બાતમી મળી હતી કે, પીશાવાર પાસેથી પસાર થતાં સ્ટેટ હાઇવે ઉપર એક બોલેરો દારૂ ભરીને પસાર થનાર છે. જે બાતમીનાં આધારે પોલીસે પીશાવાર પોલીસનાકા પોઇન્ટ ખાતે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન બાતમીવાળી સફેદ મહિન્દ્રા બોલેરો નંબર MH/46/BA/7328ને અટકાવી તપાસ કરતા બોલેરોમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની વોડકા, બ્રેઝર અને બિયરની કુલ નંગ 336 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 58,200/- હતી. જોકે પોલીસે દારૂની હેરાફેરી સાથે સંકળાયેલ ત્રણ ઈસમો પાસેથી અલગ અલગ કંપનીના 3 નંગ મોબાઈલ તથા બોલેરો અને વિદેશી દારૂ મળી કુલ રૂપિયા 3,73,000/-નો મુદ્દામાલ કબ્જે કરી મહારાષ્ટ્રના પ્રહલાદ જાલમસિંહ નાઈક, નિતેશ મહેન્દ્રભાઈ પાડવી અને વિલાસ સુરેશભાઈ પાડવી (તમામ રહે.મહારાષ્ટ્ર)નાઓની અટક કરી હતી. તેમજ વિદેશીએ દારૂનો જથ્થો ભારવી આપનાર બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500