વ્યારા નગરનાં ગાયત્રી નગર સોસાયટીનાં રહીશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે, સોસાયટીનાં કોમન ઓપન પ્લોટમાં ગેરકાયદેસર દબાણ તેમજ પાણી અને સફાઈ જેવા પડતર પ્રશ્નોને લઈ સ્થાનિક તંત્ર સહિત નગરપાલિકા ઉપેક્ષા સેવી રહ્યું છે, તેવો ઉલ્લેખ કરાયો હતો, સાથે વ્યારા નગરપાલિકાએ રાજકારણનાં દબાણવસ થઈ દબાણ કરતા ભુલાભાઈ ઢોળીયા, તેના પુત્ર મહેશ ઢોળીયા કે જેઓ બીજેપી પક્ષે વ્યારા નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ હતા, તેમજ અરવિંદ ઢોળીયાને છાવરી રહી હોય અને દબાણ કર્તાઓને પ્રોત્સાહન આપી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, તેવો આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો હતો.
આ અંગે સોસાયટીનાં રહીશએ વ્યારાની એડિશનલ એન્ડ સેસન જજની કોર્ટમાં કેસ દાખલ થતા એડીશનલ સેસન્સ જજ તૃપ્તિબેન પડીયા દ્વારા વ્યારા નગરપાલિકાનાં ચીફ ઓફિસરને વિવાદિત જમીન બાબતની કેટલીક ક્વેરીઓનો રિપોર્ટ કરવાનો હુકમ કર્યો હતો, જયારે બીજી તરફ સફાળે જાગેલ વ્યારા નગરપાલિકાએ દબાણ કર્તાને દબાણ દૂર કરવા અંગે ગત તા.21મી સપ્ટેમ્બરના રોજ નોટિસ આપી દિન બે માં દબાણ દૂર કરવાનું જણાવાયું હતું.
તેમછતાં માથાભારે ઈસમોએ 15 દિન ઉપરનો સમય વીતવા છતાં દબાણ દૂર ન થતા આખરે તેની ફરિયાદ આવેદન સ્વરૂપે ગાયત્રી સોસાયટીનાં ભાઈઓ-બહેનોએ કલેકટરને રજુઆત કરી હતી અને તેમની પડરતર માંગણીઓ સહિત બે દિનમાં દબાણ દૂર ન થાય તો આવનાર વિધાનસભાની ચૂંટણી નો બહિષ્કાર કરવાની આવેદનમાં ચીમકી અપાઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500