મનિષા એસ. સુર્યવંશી/તાપી : પોલીસ મહાનિરીક્ષકસાશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકસાશ્રી, તાપી-વ્યારા નાઓ દ્વારા તાપી જિલ્લામાં પ્રોહી તથા જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે સારું અસરકાર કામગીરી કરવા આપેલ સૂચના આધારે નાયબ પોલીસ અધિક્ષકસાશ્રી, વ્યારા વિભાગ, વ્યારા તથા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી સોનગઢ પોલીસ સ્ટેશનની સુચના અને સીધા માર્ગદર્શન મુજબ ગતરોજ સોનગઢ પોલીસ સ્ટાફને મળેલ બાતમીનાં આધારે છેલ્લા એક મહિનાથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડતો હતો.
જોકે આરોપીનું નામ સુકનજીભાઈ ઉર્ફે સિકંદર શાંતુભાઈ ગામીત (રહે.સોનગઢ, શિવાજીનગર, તા.સોનગઢ) નાની ઘરે બાતમીનાં આધારે રેઈડ કરી ઇંગ્લિશ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 6,800-/ અને બાઇક તેમજ મોબાઇલ મળી કુલ રૂપિયા 52,800/-નાં મુદ્દામાલ સાથે વોન્ટેડ આરોપીને ઝડપી પાડી પ્રોહી. એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ઝડપાયેલ આરોપી સામે આ સિવાય અન્ય 20 જેટલા પ્રોહી. ગુના નોંધાયેલ પોલીસ ચોપડે જાણવા મળ્યું હતું. તેમજ ઇંગલિશ દારૂનો જથ્થો પૂરો પાડનાર અશ્વિનભાઈ નગીનભાઈ ગાવીત (રહે.ભવરે, ઘર ફળિયું, તા.નવાપુર, મહારાષ્ટ્ર)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ...
1.અ.હે.કો. સંદીપભાઈ હીરાલાલભાઈ રાઉત, સોનગઢ પોલીસ સ્ટેશન,
2.અ.પો.કો. ગોપાલકુમાર કાળુભાઈ વળીયા, સોનગઢ પોલીસ સ્ટેશન અને
3.અ.પો.કો. રાજીશભાઈ ગોપાળભાઈ ગામીત, સોનગઢ પોલીસ સ્ટેશન.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500