વ્યારા નગરનાં નવી વસાહતમાં પાણી ટાંકી પાસે એક કાચા મકાનમાં આકસ્મિક રીતે આગ લાગી જતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. જોકે ફાયર વિભાગની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આગના કારણે બાજુમાં આવેલા કાચા મકાનોને નુકસાન થતાં અટકાવી લેતા મોટી રાહત સ્થાનિકોમાં થઈ હતી. જોકે આગને કારણે ઘરમાં રહેલ સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. બનાવની વિગત એવી છે કે, વ્યારા નગરના નવી વસાહત ખાતે આવેલી પાણીની ટાંકી પાસે વિજયભાઈ મગનભાઈ ગામીત તેના પરિવાર સાથે રહે છે.
જોકે ગતરોજ સવારનાં સમયે આકસ્મિક રીતે વિજયભાઈનાં કાચા મકાનમાં આગ લાગી જતા આગ બેકાબુ બની ગઈ હતી. જયારે બનાવ અંગે વ્યારા નગરનાં ફાયર વિભાગના અધિકારીને જાણ કરાતા તાત્કાલિક એક મોટા ફાયર ટેન્કર અને એક નાના ફાયર ટેન્કરને ઘટના સ્થળે મોકલી આપ્યા હતા અને એક કલાકની જહમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
જયારે આગનાં કારણે વિજયભાઈનાં ઘરમાં રહેલા તમામ સામાન બળી જતા નુકસાન થયું હતું, તો બીજી તરફ ઘરની આજુબાજુમાં કાચા મકાનો હોય જેને લઇને અંદાજિત બે ટેન્કરોએ એક કલાક સુધી છંટકાવ કરી આગને અન્ય કાચા ઘર તરફ જતી અટકાવી દેવામાં આવી હતી, જેને લઈને અન્ય ઘરોમાં આગના કારણે નુકસાન થતું અટકી જતા આ વિસ્તારમાં મોટી જાનહાની થતી અટકી ગઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500