Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશી દારૂની બાટલીઓ સાથે દોણ ગામનો એકટીવા ચાલક પકડાયો, એક વોન્ટેડ

  • July 05, 2022 

સોનગઢનાં ગૌમુખ ગામનાં જંગલ વિસ્તારમાંથી દેશીદારૂ સુગંધી સંતરાની બાટલીઓ સાથે એકટીવા ચાલકને ઝડપી પાડી દારૂ અને મોપેડ મળી કુલ રૂપિયા 41,950/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જોકે એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.




મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં દોણ ગામનાં ગૌમુખ જંગલ વિસ્તારમાંથી પસાર થતો માર્ગ પરથી રવિવારના રોજ એક એકટીવા મોપેડ ગાડી નંબર GJ/26/D/9144ને ઝડપી પાડી તપાસ કરતા મોપેડ ચાલક હેમંતભાઈ સુમનભાઈ ગામીત (રહે.દોણ ગામ, દાદરી ફળિયું, સોનગઢ)નાને કબજામાંથી ભારતીય બનાવટનો દેશી દારૂ સુગંધી સંતરાની કુલ બાટલીઓ નંગ 239 જેની કિંમત રૂપિયા 11,950/-નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો.




જોકે, નવાપુરથી દારૂનો જથ્થો ભરી આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બનાવ અંગે પ્રોહી સ્કોડમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જીગ્નેશભાઇની ફરિયાદનાં આધારે રૂપિયા 11,950/-નો પ્રોહી મુદ્દામાલ તેમજ રૂપિયા 30,000/-ની એકટીવા મોપેડ ગાડી મળી કુલ રૂપિયા 41,950/-નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application