Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદેશી દારૂનાં જથ્થા સાથે જમાદાર ફળિયાનો યુવક ઝડપાયો

  • July 05, 2022 

સોનગઢનાં રમણીય પાર્ક વિસ્તારમાંથી મોપેડ ગાડી ઉપર વિદેશી દારૂ સપ્લાય કરતા જમાદાર ફળિયાનાં એક યુવકને એલ.સી.બી.એ ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીનાં આધારે રવિવારના રોજ સોનગઢનાં રમણીય પાર્ક પાછળ ફળીયામાંથી એક મોપેડ ગાડી નંબર GJ/26/AA/2656ને ઝડપી પાડી હતી.




ત્યારબાદ તપાસ કરતા મોપેડ પર મુકેલ એક મીણીયા કોથળો તથા વિમલના થેલામાંથી ભારતીય બનાવટની વિદેશીદારૂ તથા બિયરની અલગ અલગ બાટલીઓ/ટીન મળી કુલ નંગ 99 જેની કિંમત રૂપિયા 9,900/-નો પ્રોહી મુદ્દામાલ સાથે મોપેડ ચાલક વિષ્ણુભાઈ ઈશ્વરભાઈ ગામીત (ઉ.વ.20, રહે.જમાદાર ફળિયું, સોનગઢ) નાની અટક કરવામાં આવી હતી.




જયારે દારૂનો મુદ્દામાલ મંગાવનાર રીનાબેન સોમાભાઈ ગામીત (રહે.શિવાજી નગર, સોનગઢ) નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે દારૂ અને મોપેડ મળી કુલ રૂપિયા 39,900/-નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application