Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હરિપુરા ગામે ઘર આગળ પાર્ક કરેલ ઈકો કાર ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • December 21, 2022 

સુરત જિલ્લાનાં હરિપુરા ગામે જલારામ મંદિરની સામે રહેતા મુકેશભાઈ ગુલાબભાઈ પાટણવાડિયાની માલિકીની ઇકો કાર નંબર GJ/05/RG/8430ને ગત તા.14 ડિસેમ્બરનાં રોજ રાત્રીના સમયે પોતામાં ઘરની આગળ પાર્ક કરી હતી. જે તા.15 ડિસેમ્બરનાં રોજ વહેલી સવારે મળી નહિ આવતા પરિવાર શોધખોળ કરતા નહિ મળી આવતા આખરે કાર માલિકે કડોદરા પોલીસ મથકમાં 3 લાખની કિંમતની ઇકો કાર ચોરાઈ જવાની ફરિયાદ આપી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદનાં આધારે વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News