સુરત વેડ દરવાજા નજીક વાહન ચેકીંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ જણાતા યુવાનને ઝડપી પાડી તેની પાસેથી 9.32 ગ્રામ એમ.ડી ડ્રગ્સ જેની કિંમત રૂપિયા 93,200/-નો જથ્થો કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહેરનાં ચોકબજાર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ વેડ દરવાજા નજીક વાહન ચેકીંગ કરી હતી. તે દરમિયાન વેડ દરવાજા બ્રિજ નીચથી એક યુવાન આવી રહ્યો હતો અને તેની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ યુવાને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે દોટ લગાવીને પકડી લઇ તેની પૂછપરછ કરી હતી. જેમાં પોતાનું નામ શોહેબ ઉર્ફે શોહેબ વાનર કમર ખાન (ઉ.વ.22., રહે.લાલમીયા મસ્જિદ પાસે, કાકરા મહોલ્લો, રામપુરા, લાલગેટ અને મૂળ.લલોવલી, જિ. ફતેપુર,યુ.પી) હોવાનું અને તેની અંગ જડતી કરતા 9.32 ગ્રામ એમ.ડી ડ્રગ્સ જેની કિંમત રૂપિયા 93,200 તથા એક આઇફોન મળી આવ્યો હતો. પોલીસે ડ્રગ્સ અને ફોન મળી કુલ રૂપિયા 1.28 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500