સુરત શહેરમાં ડી.સી.પી ઓફિસ ખાતે મિટીંગમાં આવતી વખતે ઇચ્છાપોર રોડ ઉપર સવારે ડમ્પરે મોપેડને એડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા મહિલા પોલીસ કર્મીનું મોત નિપજ્યું હતું. નવી સિવિલથી મળેલ વિગત મુજબ, મુળ મહેસાગરમાં સંતરાજીપુરના વતી અને હાલમાં ઇચ્છાપોરમાં કવાસગામમાં ધર્મનંદન રો-હાઉસમાં રહેતી 31 વર્ષીય પ્રેમિલા નિનામા શહેરમાં પોલીસનાં ટ્રાફિક વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતી.
જયારે સવારે તે મોપેડ પર ડી.સી.પી ઓફિસ ખાતે મિટીંગમાં આવવા નીકળ્યા હતા. તે સમયે ઇચ્છાપોર રોડ ઓ.એન.જી.સી. બ્રીજ નજીક પુરપાટ હંકારતા ડમ્પર ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તેમને ગંભીર ઇજા થતા સારવાર માટે અડાજણની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. અકસ્માત અંગે ઇચ્છાપોર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application