Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઇક સ્લીપ થઈ ડિવાઇડર સાથે ભટકાતા ગંભીર ઇજાને કારણે વિધાર્થીનું મોત

  • August 11, 2023 

સુરત શહેરના પાલ બ્રીજ પાસે બાઇક સ્લીપ થતા ડિવાઇડર સાથે ભટકાતા ગંભીર ઇજા પામેલા વેસુની એસ.ડી.જૈન કૉલેજનાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. નવી સિવિલથી મળેલી વિગત મુજબ, અડાજણમાં હની પાર્ક રોડ અલકનંદા રો હાઉસમાં રહેતો 22 વર્ષીય જીતકુમાર સતીષભાઇ પટેલ વેસુની એસ.ડી જૈન કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જોકે તે ગતરોજ કોલેજથી બાઇક પર ઘરે આવવા નીકળ્યો હતો. તે સમયે પાલ બ્રીજ નજીક હવેલી રોડ બેલેન્સ ગુમાવતા બાઇક સ્લીપ થતા ડિવાઇડર સાથે અથડાઇ હતી. જેમાં તેને ગંભીર ઇજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તેનો એક ભાઇ છે. તેના પિતા ફુલનાં ધંધા સાથે સંકળાયેલા છે. અકસ્માત અંગે પાલ પોલીસે તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application