સુરત શહેરનાં પરવત ગામમાં ઓયો હોટલમાં સ્ટોરેજ રૂમમાં આગ ફાટી નીકળી અને પહેલા માળથી ચોથા માળ સુધી જ્વાળા ફેલાય હતી. જેથી હોટલના સ્ટાફ અને સ્થળ ઉપર હાજર લોકોમાં નાશભાગ અને અફડાતફડી મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પરવત ગામમાં ગોડાદરા તરફ જતા રોડ આવેલ કાંગારૂ સર્કલ પાસે મિડાસ સ્ક્વેરમાં ત્રીજા અને ચોથા માળ ઉપર લક્ષમી કુમ્બેર કિંગ (ઓયો) હોટલ આવેલી છે.
જોકે ગતરોજ સવારે હોટલમાં ત્રીજા માળે સ્ટોરેજ રૂમમાં અચાનક આગ ભડકી ઉઠી હતી. જોતજાતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ આગની જ્વાળા પહેલા માળેથી ચોથા માળ સુધી ફેલાઇ હતી. જોકે આગનાં લીધે વધુ પ્રમાણમાં ધુમોડો નીકળતો હોવાથી હોટલનો સ્ટાફ તેમજ સ્થળ ઉપર હાજર લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. કોલ મળતા ચાર ફાયર સ્ટેશની 15 જેટલી ગાડી સાથે ફાયર જવાનોનો કાફલો ઘટના સ્થળે ઘટના સ્થળે પહોચ્યા બાદ ચાર લાશ્કરો ઓકસીજન માસ્ક પહેરીને દોઢ કલાક સુધી કામગીરી કરતા આગ કાબુમાં આવી હતી. જોકે હોટલમાં રોકાયેલા અને સ્ટાફ સહિત 8 જેટલા રેસ્ક્યુ કરી સહીસલામત બાહર કાઢવામાં આવ્યા હતા.આગને લીધે પહેલા માળથી ચોથા માળ સુધીનો એલીવેશનો અને સાઇડ બોર્ડ સહિત સામાન, બેડશીટ, વાયરીંગ સહિતનો સામાન અને ચીજવસ્તુઓને નુકશાન થયુ હતુ. આ બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર સુત્રો જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application