સુરતનાં ઓ.એન.જી.સી-મગદલ્લા બ્રીજ પર પાંચ દિવસ પહેલા કારે રીક્ષાને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું સારવાર દરમિયાન ગતરોજ મોત નિપજ્યું હતું. નવી સિવિલથી મળેલી વિગત મુજબ, ડુમસમાં નવી કોલોનીમાં રહેતા 51 વર્ષીય યોગેશભાઇ ફકિરભાઇ પટેલ ગત તા.19મી સવારે રીક્ષામાં અન્ય મુસાફર સાથે બેસીને જતા હતા. તે સમયે ઓ.એન.જી.સી-મગદલ્લા બ્રીજ રોડ પર પુરપાટ હંકારતા કાર ચાલકે નીલ જરીવાલાએ રીક્ષાને ટ્ક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં યોગેશભાઇ અને અન્ય મુસાફર ધમેશભાઇ વસુવાલા (ઉ.વ.48) તથા રીક્ષા ચાલક નરેન્દ્રને ઇજા થઇ હતી. જેમાં ગંભીર ઇજા થતાં ધર્મેશભાઇનું ઘટના સ્થળે મોત થયુ હતુ. જયારે ઇજા પામેલા યોગેશભાઇને સારવાર માટે નવી સિવિલમાં દાખલ કર્યા હતા. જયાં સારવાર દરમિયાન સવારે યોગેશભાઇ મોતને ભેટયા હતા. જયારે રીક્ષા ચાલક નરેન્દ્રને સામાન્ય ઇજા થઇ હોવાનું સુત્રો જણાવ્યુ હતું. જયારે યોગેશભાઇ સાયલક રિપેરીંગની દુકાન ધરાવતા હતા. આ અંગે ઇચ્છાપોરી પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application