સુરતનાં કામરેજ ગામે નંદનવન સોસાયટીના મકાન નંબર-125માં રહેતા હિંમતભાઈ ભગવાનભાઈ ડાગોદરા (ઉ.વ.30, મૂળ રહે.ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાનાં કન્યાસી ગામે) નાઓ કડિયાકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. જોકે એક વર્ષ અગાઉ તેઓની સગાઈ થઈ હતી.
ત્યારબાદ અગમ્ય કારણસર તેમની સગાઈ તૂટી જતા આ વાતને લઈ ખોટું લાગી આવતા યુવકે ગત તા.25 ઓગસ્ટનાં રોજ કામરેજ માંથી પસાર થતી તાપી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું જેઓની મૃતદેહ કામરેજનાં અબ્રામા ખાતેથી નદીનાં પટ માંથી મળી આવતા ઘટના અંગે કામરેજ પોલીસે અકસ્માતે મોતની નોંધ લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application