કડોદરા GIDC પોલીસ સ્ટાફનાં માણસો કડોદરા ચાર રસ્તા પર ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન અંગત રાહે મળેલી બાતમી આધારે નવસારી તરફથી આવતી એક રિક્ષા નંબર GJ/05/AY/5237ને અટકાવી તપાસ કરતા રિક્ષામાંથી મીણીયા થેલામાં ભરેલી 359 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જોકે પોલીસે રિક્ષામાં વિદેશી દારૂ લઈ જનાર મુખ્ય સૂત્રધાર મહિલા બુટલેગર જ્યોતી સુદીક પઠાણ (રહે.લિંબાયત, સુરત) તેમજ તેની સાથે બેઠેલો અન્ય એક ઈસમ ઈશ્વર બુધાભાઈ દેવરે (રહે.જલાલપોર, નવસારી) તેમજ રિક્ષા ચાલક યોગેશ રોહિદાસ ચૌહાણ (રહે.હલધરું, પલસાણા) નાઓની અટકયાય કરી હતી અને પ્રાથમિક પૂછપરછનાં જાણવા મળ્યું હતું કે, દમણનો એક રિક્ષા ચાલક મહિલાને આ વિદેશી દારૂનો જથ્થો પૂરો પડ્યો હતો.
તેમજ મહિલા સુરત શહેરના લીંબયત વિસ્તારમાં છૂટક વિદેશી દારૂ વેચતી હોવાનું કબૂલાત કરી હતી પોલીસે આ ત્રણેય આરોપીની અટકયાય કરી દારૂનો જથ્થો પૂરો પાડનાર દમણના રિક્ષા ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ રિક્ષા અને વિદેશી દારૂ તથા 1 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 95,475/-ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application