Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર માંથી દારૂનાં જથ્થા સાથે એક મહિલા સહીત બે જણાની અટકાયત, ત્રણ વોન્ટેડ

  • August 04, 2022 

સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની એક ટીમે બાતમીનાં આધારે સેલવાસથી કારમાં દારૂ ભરી એક મહિલા તેમજ એક ઈસમ સુરત શહેરમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી રૂપિયા 73 હજારનો દારૂ સહિત 2.88 લાખનાં મુદ્દામાલ સાથે બે જણાની અટકાયત કરી 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મળતી માહિતી અનુસાર સુરત એલસીબી પોલીસ સ્ટાફનાં માણસો પ્રોહી જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા બાબતે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સીલ્વર કલરની હોન્ડા અમેજ કાર નંબર GJ/21/CA/3030નો ચાલક ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી કડોદરા થઇ કામરેજ તરફ જનાર છે અને કારમાં ચાલકની બાજુમાં આગળ એક લેડીસ બેસેલ છે.




જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો ચલથાણ ગામની સીમમાં ચલથાણ સીલીકોન સોસયટીના ગેટની સામે નેશનલ હાઈવે નંબર-48 સર્વિસ પર કારને અટકાવી તપાસ કરતા કાર માંથી તેમજ કારની ડીકીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની વ્હીસ્કીની બાટલી તથા ટીન બીયરની કુલ 372 બોટલો મળી આવી હતી.




જોકે પોલીસે કાર ચાલક સાહિલ ઉદ્દે સોહેલ અશોકભાઈ ઠેસિયા (રહે.જકાતનાકા, સરથાણા, મૂળ રહે. અમરેલી) અને બાજુની સીટ પર બેઠેલ વનિતાબેન શૈલેષભાઈ હિંગુ (રહે.સુરત)ની અટકાયત કરી દારૂ મંગાવનાર તેમજ મોકલનાર મળી કુલ 3 ઇસમને વોન્ટેડ જાહેર કરી વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા 73,200/-ની અને કાર મળી કુલ રૂપિયા 2.88 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application