Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પેરોલ જંપ કરી નાસતો ફરતો વોન્ટેડ આરોપી પોલીસ પકડમાં

  • November 13, 2022 

સુરત એલ.સી.બી.તથા પેરોલ/ફર્લો સ્કોડની અલગ-અલગ ટીમો બનાવી સુરત જીલ્લામાં પેરોલ અને વચગાળાની રજા ઉપરથી જમ્પ થયેલ આરોપીઓને શોધી કાઢવા બાબતે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એલ.સી.બી. શાખા એ.એસ.આઇ. તથા ટીમને નાઓને સંયુક્ત રીતે તેમના ખાનગી બાતમીદાર થકી બાતમી મળી હતી કે, આરોપી અલ્તાફ નવસાદભાઇ શેખ નાનો વચગાળા જામીન ઉપર છુટેલ જે વચગાળાની રજા ઉપરથી ફરાર થઇ નાસતો ફરે છે. અને જેલમાં હાજર થયેલ નથી. જે બારડોલી સુરતી નાકા સર્કલ ઉપર આવેલ મક્કી મસ્જીદ ઉપર નમાજ પડવા માટે આવનાર છે.

જેણે શરીરે મહેદી તથા ભુરા કલરનુ મોટી ચેક્સ વાળુ આખી બાઇનુ શર્ટ તથા કમ્મરે બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. તેવી ચોક્કસ બાતમી આધારે પોલીસની એક ટિમ બારડોલીનાં સુરતી નાકા પર વોચમાં રહી આ વચગાળાની રજા ઉપરથી ફરાર થયેલ આરોપી અલ્તાફભાઇ નવસાદભાઇ શેખ (ઉ.વ.23, રહે.ઘર નંબર-52, રાજુનગર, બાબેન તા.બારડોલી) નાનો આવતા તેને ઝડપી પાડી તેના વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોપી મધ્યસ્થ જેલ લાજપોર ખાતે જેલ હવાલે કરવા તજવીજ કરવામાં આવેલ આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application