Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : પ્રોહીબીશન ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • November 17, 2022 

કડોદરા GIDC પોલીસે પ્રોહીબીશન ગુનાનાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો. જયારે ઝડપાયેલા  આરોપી વિરુદ્ધ 7 જેટલા ગુનાઓ નોંધાવા પામ્યા છે. જેને ચોક્કસ બાતમી આધારે ઝડપી લઈ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલો છે. મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાનાં કડોદરા ખાતેથી પ્રોહીબીશન ગુનાનાં એક વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.




કડોદરા પોલીસ સ્ટેશનના P.I.ના નેતૃત્વ હેઠળ નાઓને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, કડોદરા ચાર રસ્તા નજીક કામરેજ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન કેશનો વોન્ટેડ આરોપી આનંદ ઉર્ફે યોગેશ વાલહે ઉભો છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે આરોપીની અટકાયત કરી હતી અને આરોપીને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલો છે. આરોપી વિરુદ્ધમાં કડોદરા અને પલસાણા મળી 7 જેટલા પ્રોહીબીશન ગુનાઓ નોંધાઈ ચૂક્યાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application